દેશ
શ્રી પારસકુમાર એચ. મકવાણા | |
ઈ.ચા. ચીફ ઓફીસર |
શહેર વિશે :-
ભચાઉ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ભચાઉ આ તાલુકાનું મુખ્ય મથક છે. ભચાઉ નગરમાં જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જયાં કથડદાદાનું મંદીર પણ આવેલું છે. ભચાઉ શહેર કચ્છ જીલ્લાનું પ્રવેશદ્વાર છે. અને નેશનલ હાઈવે ૮-એ પર આવેલું છે. આ શહેર અગાઉ વર્ષો પહેલા શહેરથી દક્ષિણે આવેલા નવનાળવન તરીકે ઓળખાતી જગ્યા પર હલવાનું અને તે જગ્યાએ કોઈ કુદરતી આપતિના કારણે સમગ્ર ગામના લોકો સ્થળાંતર કરી હાલના શહેરની મધ્યમાં આવેલ ડુંગર પરના જુના કિલ્લા (ગઢ)માં વસવાટ કર્યા હોવાનું માનવામાં આવે છે. સમય જતાં તેનો વિકાસ થતાં હાલનાં ભચાઉમાં વ્યાપ વધેલો જણાય છે. અને ભૂકંપ બાદ ફરી પ્રગતિનાં પથ પર અગ્રેસર છે. વાગડ વિસ્તારમાં મુખ્ય શહેર તરીકે વર્ષોથી ભચાઉ જાણીતું છે. |
ભચાઉ શહેરની ઉત્તર બાજુ નવાગામ અને દુધઈ-ભુજ હાઈવે, દક્ષિણે નેશનલ હાઈવે નં.૮-એ, જુનાવાડા વિસ્તાર પૂર્વે દુધઈ રોડ ફાટક અને નગરપાલિકા હસ્તકનો બોર નં.૭૬ અને પશ્ચિમે માનસરોવર નગર રેલ્વે ફાટક, નેશનલ હાઈવે નં.૮-એ સુધીનાં વિસ્તારોનો સમાવેશ થાય છે. |