દેશ
શ્રી પારસકુમાર એચ. મકવાણા | |
ઈ.ચા. ચીફ ઓફીસર |
ભૌગોલિક પરિસ્િથતિ :-
સ્થાન : |
ભચાઉ શહેર ૯.૧૪ ચો.કિ.મી. વિસ્તારમાં પથરાયેલ છે. તે ર૩.ર૮ ઉત્તર અક્ષાંશ અને ૭૦.પપ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે અને ઉંચાઈ ૪૧ મીટરે (૧૩૪ ફીટ) છે. આ શહેરમાં નગરપાલિકા અસ્િતત્વમાં છે. |
હવામાન : |
ભચાઉ શહેરની દક્ષીણે ૭ થી ૧૦ કિ.મી.નાં અંતરે કાંઠો / સમુદ્ર કિનારો આવેલ છે. નગરની સીમાડાને સ્પર્શતો અરબી સમુદ્ર કચ્છનો અખાત આવેલ છે. આ શહેરનું હવામાન ગરમી તથા ભેજવાળુ જોવા મળે છે. અને વરસાદ વર્ષમાં ૪પ દિવસોમાં નોંધાય છે. વર્ષમાં ચાર ઋતુઓ અનુભવાય છે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમ્યાન ઠંડી (શિયાળા)ની ઋતુ, ત્યારબાદ માર્ચ થી મે સુધી ગરમી (ઉનાળો) અને જુન થી સપ્ટેમ્બર સુધી નૈઋત્યના મૌસમી પવનો અને ઓકટોમ્બર થી નવેમ્બર દરમ્યાન વરસાદ (ચોમાસા) પછીની ઋતુ છે. |
વરસાદ : |
ભચાઉ શહેરનો છેલ્લા ૧૦ વર્ષનો સરેરાશ વરસાદ ૪૯૯.૪૦ મી.મી. જેટલો છે. વરસાદ અનિયમિત કહી શકાય તેવો પડે છે. દક્ષિણ-પુર્વ થી દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જુલાઈ થી સપ્ટેમ્બર કયારેક શિયાળાની ઋતુમાં પશ્ચિમનાં પવનો બદલાતા હોય છે. ઓછા વરસાદ અને ઓછા સમયગાળામાં પડતા વરસાદને કારણે ખેતી મહદઅંશે ટયુબવેલ મારફતે થતી જોવા મળે છે. |